કોકમ શરબત ની રેસીપી

0

કોકમ શરબત ની રેસીપી

 કોકમ શરબત ની રેસીપી બનાવવા માટે ની સામગ્રી

  • ૧ કપ કોકમ
  • ૧ કપ સાકર
  • ૧ ટીસ્પૂન જીરા પાવડર
  • ૩/૪ ટીસ્પૂન સંચળ
  • એક લીંબુ

કોકમ શરબત ની રેસીપી બનાવવા માટે ની વિધિ
  1. કોકમ શરબત ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ બાઉલમાં કોકમ સાથે ૧ કપ પાણી મેળવી તેને ઉંચા તાપમાન પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. તે પછી કોકમનું પાણી ગાળીને, પાણી તથા કોકમ બાજુ પર રાખો.
  3. હવે કોકમ અને ૧/૨ કપ ગાળેલું કોકમવાળું પાણી મેળવીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  4. હવે સાકર સાથે ૧/૨ કપ પાણી માઇક્રોવેવ સેફ બાઉલમાં રેડી ઉંચા તાપમાન પર ૮ મિનિટ સુધી વચ્ચે ૪ મિનિટ પછી થોડું હલાવીને માઇક્રોવેવ કરી લો.
  5. તે પછી તેમાં તૈયાર કરેલી કોકમની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. આમ તૈયાર થયેલા કોકમના સાકરવાળા મિશ્રણને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો અને બચેલું કોકમનું મિશ્રણ કાઢી નાંખો.
  7. હવે આ કોકમ-સાકરના મિશ્રણમાં જીરા પાવડર, સંચળ અને લીંબુ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  8. પીરસતા પહેલા, ગ્લાસમાં ૨ ટેબલસ્પૂન તૈયાર કરેલું કોકમનું મિશ્રણ રેડી તેમાં ૧/૨ કપ ઠંડું પાણી રેડી લો.
  9. તરત જ પીરસો.

Post a Comment

0Comments
Post a Comment (0)