પાલક પનીર ની રેસીપી

0


પાલક પનીર ની રેસીપી


 પાલક પનીર ની રેસીપી બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે.

  1. ૧૦ કપ સમારેલી પાલક
  2. ૧-૧/૨ કપ પનીર ના ટુકડા
  3. ૨ ટેબલસ્પૂન તેલ
  4. ૩/૪ કપ ઝીણા સમારેલા કાંદા
  5. ૪ લસણની કળી , ખમણેલી
  6. આદુનોટુકડો , ખમણેલું
  7. ૨ લીલા મરચાં , ઝીણા સમારેલા
  8. ૧/૨ ટીસ્પૂન હળદર
  9. ૩/૪ કપ તાજા ટમેટાનું પલ્પ
  10. મીઠું, સ્વાદાનુસાર
  11. ૧ ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો
  12. ૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ

 પાલક પનીર બનાવવાની રીત.

  • પાલક પનીર ની રેસીપી બનાવવા માટે, પાલકને ઉકળતા પાણીમાં ૨ થી ૩ મિનિટ સુધી અર્ધ-ઉકાળી લો.
  • તે પછી તેને ઠંડા પાણીમાં નાંખીને તાજી કરી લીધા પછી ઠંડી થવા થોડો સમય બાજુ પર રાખો.
  • હવે આ પાલકને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી બનાવી બાજુ પર રાખો.
  • એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  • તે પછી તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને હળદર મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  • તે પછી તેમાં ટમેટાનું પલ્પ ઉમેરી મિશ્રણમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
  • તે પછી તેમાં પાલકની પ્યુરી અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  • તે પછી તેમાં મીઠું, પંજાબી ગરમ મસાલો અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  • છેલ્લે તેમાં પનીર મેળવી હળવે હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  • પાલક પનીર નાન અથવા પરાઠા સાથે તરત જ પીરસો.
  • Post a Comment

    0Comments
    Post a Comment (0)